કોઈ પણ તીક્ષ્ણ વસ્તુને વાયરમાં અડાડવાનું ટાળો જેમકે ટૂથપીક, પેન, પેન્સિલ અથવા કીચેન.
સારવાર કરાવેલી બાજુએ ચીકણો પદાર્થ જેવો કે અંજીર કે એકલર્સ ચોકલેટ ખાવાનું ટાળો.
જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.