- બ્રેકેટ કે વાયર લગાવ્યા બાદ હોઠ કે ગાલ પર ચાંદા પડવાની શક્યતાઓ રહેલી હોય છે.
- જો ચાંદા પડે તો, નીચેની દવાઓ લેવી
- Tab. B-folcin Plus (10) 1-0-1×5days (સવાર – સાંજ)
- Tab. Ibugesic Plus (10) 1-0-1×5days (સવાર- સાંજ)
- Gel Mucopain (to be applied on ulcer 2times a day)
- દાંતની મૂવમેન્ટ થવાથી પાછળના ભાગથી વાયર બહાર આવતો હોય છે અને ગાલની બાજુ વાયર વાગવાની તકલીફ થતી હોય છે, તો ડૉક્ટર જોડે વાયર સરખો કરાવી જવો.
- વાયર કે બ્રેકેટ નીકળી જાય તો એપોઇન્ટમેન્ટ લઇને બતાવવા આવી જવું.
- બ્રેસીસ લગાવ્યા બાદ દાંતની સફાઇ પર વિશેષ ધ્યાન રાખવું.
- વાયર કે બ્રેકેટ લગાવ્યા બાદ શરૂઆતમાં 7 દિવસ સુધી દુખાવો થાય તે સામાન્ય છે.
- સારવાર દરમ્યાન જ્યારે જ્યારે વાયર બદલવામાં આવે ત્યારે 7 દિવસ દુખાવો રહે છે જે સામાન્ય છે.
- વધુ પડતી કડક વસ્તુઓ ચાવવી નહી, કારણ કે તેનાથી બ્રેસીસ કે બ્રેકેટ નીકળી જવાની સંભાવના રહે છે.
- ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં દાંતને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે. સારવાર દ્વારા ખસેલો દાંતએ તેની મૂળ સ્થિતિમાં ન જાય છે એટલે કે દાંતને નવી જગ્યા પર ફિક્સ રાખવા માટે રીટેઇનર પહેરવાનું હોય છે. જેથી બ્રેસિસ નીકાડીયા બાદ શક્ય હોય તેટલી ઝડપથી રિટેઈનર પહેરવાનું ચાલુ કરી દેવું.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ બાદ વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.