- ઓછામાં ઓછું 60 મિનિટ સુધી ખાવું અને પીવું નહિ.
- 24 કલાક સુધી દાંત સાફ કરશો નહીં.
- દર 6 મહિના પછી ફરીથી ફ્લોરાઇડ એપ્લિકેશન માટે આવવું.
- ફ્લોરાઈડ એપ્લિકેશન દર 6 મહિને કરાવવાથી દાંતમાં સડો થવાની શક્યતા નહિવત થઇ જાય છે.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.