- દાંતમાં 10 થી 15 દિવસ સુધી સામાન્ય સેન્સિટિવિટી થવી તે સામાન્ય છે.
- સામાન્ય રીતે દાંતની છારી દૂર થયા બાદ અમુક દિવસ સુધી દાંતમાં જગ્યા લાગવી સ્વાભાવિક છે. દાંતની સફાઈ પછી પેઢામાં રૂઝ આવવાની સાથે જ આ બધા લક્ષણો દેખાતા બંધ થાય છે.
- ડોકટર દ્વારા આપવામાં આવેલ દવાનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે.
દાંતની સફાઈ વિશે કેટલીક ખોટી માન્યતાઓ
- દાંત પાતળા થઇ ગયા હોય, દાંત ઘસાઈ ગયા હોય તેવુ લાગવુ.
- દાંત ખરબચડા અને નબળા પડી ગયા હોય તેવુ લાગવુ.
- દાંત વચ્ચે જગ્યા થઇ હોય તેવુ લાગવુ.
- ના, આ બધી જ માન્યતાઓ ખોટી છે. દાંતની સફાઈ પછી દાંત અને પેઢા મજબૂત બને છે તથા તેનુ આયુષ્ય વધે છે.
દાંતની કાળજી કેવી રીતે રાખવી
- દિવસમાં બે વાર બ્રશ કરવુ.
- દર મહિને બ્રશ બદલવુ.
- ડોકટરની સલાહ મુજબ માઉથવોશ અને બ્રશ-ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.