- 24 કલાક સુધી થુંકવું નહી અને થુંક ગળી જવું, થુકવાંથી લોહી નીકળવાની શક્યતા રહેલી છે.
- એનેસ્થેસિયા આપ્યું હોવાથી, તેની અસર ઓછી થયા બાદ જ ખોરાક લેવો કારણકે બહેરાશની અસર હોય ત્યારે હોઠ/જીભ/ગાલ દાંત વચ્ચે ચવાઈ જવાની શક્યતા રહેલી છે.
- એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દર્દ થવું સ્વાભાવિક છે જેથી ડોકટરે લખેલી દવાઓ સારવાર બાદ તુરંત લઈ લેવી.
- ડોકટર દ્વારા આપવામાં આવેલ દવાનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે.
- તમારી જીભ અને આંગળી, સર્જરી થયેલ જગ્યાએ અડાડવી નહિ, નહિતર સોજો આવી શકે છે અને જો સોજો આવે તો બહારથી બરફનો શેક કરવો.
- ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી 24 કલાક સુધી ગરમ અને કઠણ ખોરાક ન લેવો પોચો, નરમ, ઠંડો અને પ્રવાહી ખોરાક લેવો.
- ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી ધુમ્રપાન,મસાલા અને આલ્કોહોલનું સેવન કરવું નહિ.
- ઇમ્પ્લાન્ટ લગાવ્યા બાદ ઇમ્પ્લાન્ટ પર દાંત લગાવવા માટેની સારવાર માટે તમને આપેલી તારીખે અચૂક આવી જવું.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.