- ટેમ્પરરી દાંત ટેમ્પરરી સિમેન્ટથી ફીટ કરેલો હોય છે કારણકે થોડા સમય માટે જ તેને ફીટ કરેલ હોય છે. જો પરમેનેન્ટ સિમેન્ટથી ફીટ કરવામાં આવે તો જ્યારે તેને કાઢવું હોય ત્યારે તેને કાઢવામાં તકલીફ પડે છે.
- ટેમ્પરરી દાંત જે મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, તે મટીરીયલની લાઇફ 2-3 મહિનાની જ હોય છે, અને મજબૂતાઇ પણ ખૂબ ઓછી હોય છે જેથી ક્યારેક તૂટી જવાની શક્યતા રહેલી હોય છે
- ટેમ્પરરી દાંત અને પેઢા વચ્ચે જગ્યા રૂઝ આવવા માટે છોડેલી હોય છે, જે જગ્યા પેઢામાં રૂઝ આવતા ઘટતી જાય છે જેથી ત્યાં બ્રશ અને માઉથવોશથી સાફ રાખવું.
- ડોકટરે જણાવેલ ટાઇમ પિરિયડમાં ટેમ્પરરી દાંત કઢાવીને પરમેનેન્ટ દાંત લગાવડાવી દેવા જેથી ટેમ્પરરી દાંત વપરાતા મટીરીયલની સાઈડ–ઈફેક્ટને ટાળી શકાય.
- ટેમ્પરરી દાંત ઉપર વધુ કડક કે ચીકણો પદાર્થ ખાવો નહી કારણકે તે ખાવાથી ટેમ્પરરી દાંત તુટી જવાની શક્યતા હોય છે.
- જો ખોરાક ચાવતા વધુ પ્રેશર આવે તો ટેમ્પરરી દાંત તૂટી જવાની શક્યતા રહેલી હોય છે.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.