1. દર્દીને ચોકઠું આપ્યાના પ્રથમ 24 કલાક સતત પહેરેલું રાખવું.મોઢામાં થોડા દિવસ વધારે લાળ આવશે એને ગળી જવી.
  2. શરૂઆતના દિવસમાં નરમ ખોરાક લેવો, કઠણ અને ચીકણા પદાર્થ ધરાવતી વસ્તુઓ ખોરાકમા લેવી નહિ. ચોકઠું પહેર્યા પછી ઊંચેથી પાણી પીવું નહીં
  3. શરૂઆતમાં ચોકઠું પહેરીને બોલતી વખતે ઉચ્ચાર અલગ થશે, જેથી ઉચ્ચાર સુધારવા માટે શરૂઆતના દિવસમાં ચોકઠું પહેરીને મોટેથી છાપુ અને મેગેઝિન વાંચવુ.
  4. ચોકઠું પહેરતી વખતે પહેલા નીચેનું ચોકઠું પહેરવું ત્યારબાદ ઉપરનું પહેરવું.
  5. ચોકઠું પહેરતી વખતે અને કાઢતી વખતે છટકી ન જાય તે ધ્યાનમાં રાખવું જેથી ચોકઠું તુટી જાય. ચોકઠાના ટુકડા ક્યારે જાતે સાંધવાનો પ્રયત્ન કરવો નહી.
  6. ચોકઠું રાત્રે સૂતા પહેલા કાઢીને સાદા પાણી ભરેલા ડબ્બામાં મૂકવું. ચોકઠું સાફ કરવા ટૂથ-પેસ્ટ અને બ્રશનો ઉપયોગ કરવો.
  7. ચોકઠાના કારણે સ્વાદની પરખ ઓછી થઈ જાય છે અને ખોરાક ચાવવાની ક્ષમતા ઓછી થાય છે, ઉપરાંત ચાવવામાં સમય લાગે છે.
  8. શરૂઆતમાં ચોકઠાને લીધે પેઢામાં ચાંદા પડે છે જે સામાન્ય તકલીફ છે અને દરેક દર્દીમાં જોવા મળે છે, જેને ડોકટર દ્વારા ચોકઠું ઘસીને દૂર કરી શકાય છે. પેઢા ઉપર દવા લગાવવાથી પણ દૂર થઈ શકે છે.
  9. સાદું ચોકઠું પાણી પીતા, છીંક ખાતા, બગાસું ખાતાં, ઊંચા અવાજે બોલતા ઢીલું પડી જાય, જે સામાન્ય છે.
  10. ચોકઠા અને પેઢા વચ્ચે ખોરાકના કણો ભરાઈ જવા  સામાન્ય છે. આવુ થાય ત્યારે ચોકઠુ કાઢીને, સાફ કરીને ફરીથી પહેરી લેવું જોઈએ.
  11. દર્દીએ ધ્યાનમાં રાખવું કે આપણું શરીર કોઈ પણ શરીરની બહારની વસ્તુને તાત્કાલિક સ્વીકારી લેતું નથી, જેથી શરૂઆતના ચાર- પાંચ મહિના સુધી તકલીફ પડે છે. ચોકઠાનું ફિટિંગ બેસતા સામાન્ય રીતે 3-4 મહિનાનો સમય લાગે છે. જેથી શરૂઆતમાં ડોકટરે આપેલ પાવડર કે ક્રીમનો ઉપયોગ કરવો જેથી ચાંદા પડવાની અને ચોકઠું ઢીલું પડવાની તકલીફ ઓછી થાય છે.
  12. ચોકઠું દર્દીની સાથે સેટ થતું નથી. દર્દીએ ચોકઠાં સાથે સેટ થવાનું છે. તેથી શરૂઆતના દિવસમાં ધીરજ રાખીને ચોકઠું પહેરવાની અને ખોરાક ચાવવાની આદત પાડવી ખુબ જ જરૂરી છે. 
  13. જો શરૂઆતમાં દર્દી ચોકઠાં પ્રત્યે નકારાત્મક વલણ રાખીને પહેરશે તો ચોકઠું ક્યારેય સેટ નહી થાય.
  14. દર વર્ષે ચોકઠું ડોકટરને બતાવવું અને જો તેમાં ફેરફાર કરાવવાની જરૂર લાગે તો તેમાં ફેરફાર કરાવી લેવા જોઈએ. લાંબા સમય માટે  ઢીલુ કે  ફીટીંગ વગરનું ચોકઠુ પહેરવાથી હાડકાનો ઘસારો તેમજ અન્ય પેઢાના રોગો થવાની શકયતા રહે છે.
  15. વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના  તબકકામાં નિદાન અને સારવાર  થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review