- કેપ/બ્રિજ ફિટ કર્યા બાદ થોડા દિવસ સુધી વધુ ઠંડુ કે વધુ ગરમ ખાવાથી તેમજ પાણી પીવાથી કળતર થવાની સંભાવના રહે છે.
- વધારે ચીકણો પદાર્થ જેવો કે અંજીર કે એકલર્સ ચોકલેટ ખાવાથી કેપ/બ્રિજ નીકળી જવાની સંભાવના રહે છે જે ધ્યાનમાં રાખવું.
- દાંતમાં કેપ/બ્રિજ ફિટ કર્યા પછી ખોરાક ચાવતી વખતે જો કેપ/બ્રિજ નડતરરૂપ લાગે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
- જો કેપ/બ્રિજ નીકળી જાય તો 1 અઠવાડિયાની અંદર ફરી ફિટ કરાવી દેવું, જો તેમ કરવામાં ન આવે તો માપ બદલાઈ જાય છે અને નવી કેપ બનાવવી પડે છે. જેનો ખચૅ અલગથી આપવાનો થશે.
- દિવસમાં બે વાર બ્રશ કરવુ અને દર મહિને બ્રશ બદલવુ.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.