- ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં દાંતને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે. સારવાર દ્વારા ખસેલો દાંતએ તેની મૂળસ્થિતિમાં ન જાય તે માટે એટલે કે દાંતને નવી જગ્યા પર ફિક્સ રાખવા માટે રીટેઇનર પહેરવુ જરૂરી છે. જેથી બ્રેસિસ કઢાવ્યા બાદ શક્ય હોય તેટલી ઝડપથી રિટેઈનર પહેરવાનું ચાલુ કરી દેવું.
- ઉંમર વધવાની સાથે દાંતની મુવમેન્ટ થતી હોય છે જે રિટેઇનર રેગ્યુલર પહેરવાથી અટકાવી શકાય છે.
- દરરોજ ૯ થી ૧૨ કલાક રિટેઈનર પહેરવું જોઈએ.
- રાત્રે સૂતી વખતે પણ રીટેઇનર પહેરવું જોઈએ.
- જમતી વખતે રિટેઈનર કાઢી નાખવું.
- ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ પૂર્ણ થયા બાદ રિટેઈનર બે થી ત્રણ વર્ષ માટે અચૂક પહેરવું જોઈએ.
- રિટેઈનર કાઢવા પહેરવાની પદ્ધતિ ડોક્ટરની પાસેથી શીખી લેવી તેમજ શરૂઆતના દિવસોમાં અરીસામાં જોઈને રીટેઇનર કાઢવા પહેરવાની પ્રેક્ટિસ કરવી.
- કેટલાક દર્દીઓમાં રિટેઈનર ઘસાઈ જવાની કે તૂટી જવાની તકલીફ થાય છે. તેવા સંજોગોમાં ડોક્ટર પાસે આવીને નવું રીટેઇનર બનાવડાવી દેવું કારણકે રીટેઇનર પહેરવું ખુબ જરૂરી છે. જેનો ખચૅ અલગથી આપવાનો થશે.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.