• જો દાંત કાઢેલી જગ્યા ઉપર રૂ મૂકેલું હોય તો 5-10 મિનિટ સુધી દબાવીને રાખવું.
  • દાંત કઢાવ્યા બાદ 24 કલાક સુધી થૂંકવુ નહીં, થૂંક ગળી જવું, થૂંકવાથી લોહી નીકળવાની શક્યતા રહે છે.
  • બહેરાશની અસર ૨-૩ કલાક સુધી રહેશે અને ક્યારેક દાંત કઢાવ્યા બાદ બહેરાશની અસર વધતી હોય તેવું લાગવું સામાન્ય છે.
  • બહેરાશની અસર ઓછી થાય તે પહેલાં ડોક્ટરે આપેલ દવાઓ લેવી જરૂરી છે અને જો દવા લેવામાં મોડું થાય તો દદૅ થવું સ્વાભાવિક છે.
  • ડોકટર દ્વારા આપવામાં આવેલ દવાનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે.
  • બહેરાશ વધુ હોય ત્યારે કોઈ ચીજવસ્તુ ખાવી નહીં અને બને તેટલું ઓછું બોલવું કારણકે બહેરાશના લીધે ઉપર-નીચેના દાંત વચ્ચે હોઠ/ગાલ કે જીભની ચામડી ચવાઇ જવાની શક્યતા રહે છે.
  • દાંત કઢાવ્યા બાદ 24 કલાક સુધી ગરમ અને કઠણ ખોરાક ન લેવો, પોચો, નરમ, ઠંડો, પ્રવાહી ખોરાક લેવો.
  • જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  • વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે.તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review