• દાંતમાં સિમેન્ટ પુરાવ્યા પછી ૧૦ મિનિટ બાદ બધો જ ખોરાક જેવું કે કઠણ, પોચું, ખાટુ, ઠંડુ તેમજ ગરમ લઇ શકાય છે.
  • દાંતમાં સિમેન્ટ પૂરાવ્યા પછી ૨ કે ૩ દિવસ સુધી તે દાંતમાં સામાન્ય કળતર થઇ શકે છે, પરંતુ દુખાવો કે કળતર લાંબા સમય સુધી રહે તો ડોક્ટરનો સંપર્ક કરવો.
  • વધારે પડતી ચીકાશવાળી વસ્તુ (જેમ કે ચોકલેટ,અંજીર) ખાવાથી ક્યારેક પૂરેલો સિમેન્ટ નીકળી જાય છે. જો સિમેન્ટ નીકળી જાય તો ફરી પૂરાવી દેવો જેનો ખર્ચ અલગથી થતો હોય છે.
  • દાંતમાં સિમેન્ટ પૂરાવ્યા પછી ખોરાક ચાવવામાં જો સિમેન્ટ નડતરરૂપ લાગે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
  • સિમેન્ટ પૂરાવવાથી દાંતમાં થયેલ સડાને આગળ વધતો અટકાવી શકાય છે પણ જો સિમેન્ટ પૂરાવ્યા બાદ દાંત અને પેઢાની સફાઈમાં કચાશ રહે તો ફરી સડો થઇ શકે છે.
  • જેમ કુદરતી દાંત ઘસાય છે તે જ રીતે દાંતમાં પૂરાવેલો સિમેન્ટ પણ ઘસાય છે જેથી એવી અપેક્ષાઓ ન રાખવી કે દાંતમાં પૂરાવેલો સિમેન્ટ કાયમ માટે રહેશે, જે ભુલભર્યું છે.
  • જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  • વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review