• સ્પેસ મેઇન્ટેનર લગાવ્યા બાદ ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ખાવું-પીવું નહિ.
  • ઓછામાં ઓછા 24 કલાક સુધી કડક ખોરાક ખાવાનું ટાળો.(બિસ્કિટ, ડ્રાય ફ્રૂટ)
  • કોઈ પણ તીક્ષ્ણ વસ્તુને વાયરમાં અડાડવાનું ટાળો જેમકે ટૂથપીક, પેન, પેન્સિલ અથવા કીચેન.
  • સારવાર કરાવેલી બાજુએ ચીકણો પદાર્થ જેવો કે અંજીર કે એકલર્સ ચોકલેટ ખાવાનું ટાળો.
  • જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  • વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું  જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review