• જો રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં એનેસ્થેસિયા આપ્યું હોય તો તેની અસર ઓછી થયા બાદ જ ખોરાક લેવો કારણ કે બહેરાશની અસર હોય ત્યારે હોઠ/જીભ/ગાલ દાંત વચ્ચે ચવાઈ જવાની શક્યતા રહેલી છે.
  • ટ્રીટમેન્ટ પછી થોડા સમય સુધી દુખાવો રહેવો સ્વાભાવિક છે જેથી ગભરાવું નહિ અને ડૉક્ટરે આપેલી દવાનો કોર્ષ પૂર્ણ કરવો.
  • ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ખાવું-પીવું નહિ.
  • રૂટ કેનાલ કરેલા દાંત પર વધારે કઠણ પદાર્થ જયાં સુધી કવર લગાવવામાં ન આવે ત્યાં સુધી ચાવવો નહી, નહીતર દાંત તુટી જવાની શકયતા રહે છે. જેથી રૂટ કેનાલની સારવાર કરાવેલા દાંત ઉપર કવર કરવું જરૂરી છે.
  • જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  • વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું  જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review