• દાંતમાં ફિલિંગ કરાવ્યા પછી ૧૦ મિનિટ બાદ કઠણ/પોચું/ખાટુ/ઠંડુ /ગરમ ખોરાક લઇ શકાય.
  • દાંતમાં ફિલિંગ કરાવ્યા પછી ૨ કે ૩ દિવસ સુધી તે દાંતમાં સામાન્ય કળતર થઇ શકે છે, પરંતુ દુખાવો કે કળતર લાંબા સમય સુધી રહે તો ડોક્ટરનો સંપર્ક કરવો.
  • દાંતમાં ફિલિંગ કરાવ્યા પછી ખોરાક ચાવતી વખતે જો ફિલિંગ નડતરરૂપ લાગે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
  • વધારે પડતી ચીકાશવાળી વસ્તુ (જેમ કે ચોકલેટ,અંજીર) ખાવાથી ક્યારેક પૂરેલો ફિલિંગ નીકળી જાય છે. જો ફિલિંગ નીકળી જાય તો ફરી પૂરાવી દેવું.  જેનો ખર્ચ અલગથી થતો હોય છે.
  • ફિલિંગ કરાવવાથી દાંતમાં થયેલ સડાને આગળ વધતો અટકાવી શકાય છે પણ જો ફિલિંગ કરાવ્યા બાદ દાંત અને પેઢાની સફાઈમાં કચાશ રહે તો ફરી સડો થઇ શકે છે.
  • જો ફિલિંગ દાંતના વચ્ચેના ભાગમાં કરવામાં આવેલ હોય તો નીકળવાની શક્યતા નહિવત છે પરંતુ જો ફિલિંગ દાંતની સાઈડના ભાગમાં કે બ્રશ દ્વારા પડેલી ખાંચોમાં કરવામાં આવેલ હોય તો નીકળવાની શક્યતાઓ રહે છે જેથી બ્રશ સોફ્ટ વાપરવું અને રાઉન્ડ મોશન ટેકનીકથી બ્રશ કરવું.
  • જેમ કુદરતી દાંત ઘસાય છે તે જ રીતે દાંતમાં કરાવેલ ફિલિંગ પણ ઘસાય છે જેથી એવી અપેક્ષાઓ ન રાખવી કે દાંતમાં કરાવેલ ફિલિંગ કાયમ માટે રહેશે, જે ભુલભર્યું છે.
  • જો  ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોયતો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  • વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જેથી દાંતમાં થતો સડો શરૂઆતના તબક્કામાં જ સિમેન્ટ કે ચાંદી પુરીને અટકાવી શકાય છે અને રૂટ કેનાલ, કવર જેવી ખર્ચાળ અને લાંબી ટ્રીટમેન્ટથી બચી શકાય છે.
Google Review