1. જો દાંત કાઢેલી જગ્યા ઉપર રૂ મૂકેલું હોય તો 5-10 મિનિટ સુધી દબાવીને રાખવું.
  2. દાંત કઢાવ્યા બાદ 24 કલાક સુધી થૂંકવુ નહીં, થૂંક ગળી જવું, થૂંકવાથી લોહી નીકળવાની શક્યતા રહે છે. 24 કલાક સુધી ગરમ/કઠણ ખોરાક ન લેવો. પોચો/ઠંડો/પ્રવાહી ખોરાક લેવો.
  3. બહેરાશની અસર ૨-૩ કલાક સુધી રહેશે  અને ક્યારેક દાંત કઢાવ્યા બાદ બહેરાશની અસર વધતી હોય તેવું લાગવું સામાન્ય છે. બહેરાશની અસર ઓછી થાય તે પહેલાં ડોક્ટરે આપેલ દવાઓ લેવી જરૂરી છે  અને જો દવા લેવામાં મોડું થાય તો દદૅ થવું સ્વાભાવિક છે. ડોકટર દ્વારા આપવામાં આવેલ દવાનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે.
  4. દાંત કઢાવ્યા બાદ દાંતની આજૂબાજૂ રહેલું હાડકું કે જે અણીવાળું હોય છે, જીભ લગાવતાં દાંતનો ટુકડો રહી ગયો હોય તેવું લાગે છે, એવુ વિચારીને ત્યાં જીભ/આંગળી અડાડવી નહીં.
  5. બહેરાશ વધુ હોય ત્યારે ખાવું નહીં અને બને તેટલું ઓછું બોલવું કારણકે બહેરાશના લીધે ઉપર-નીચેના દાંત વચ્ચે હોઠ/ગાલ/જીભની ચામડી ચવાઇ જવાની શક્યતા રહે છે.
  6. બીજા દિવસે મોઢું ખોલવાની હળવી કસરત કરવી જોઈએ, જેથી મોઢું ખુલતુ ઓછુ ન થઈ જાય.
  7. આગળનો દાંત કઢાવ્યો હોય અને બોલવામાં તકલીફ લાગતી હોય તો દાંત કઢાવ્યાના ૨-૩ દિવસ પછી નવો દાંત લગાવી શકાય છે. તેની વધુ માહિતી માટે ડોક્ટર સાથે ચર્ચા કરવી.
  8. જો પાછળની કોઈ દાઢ કઢાવેલી હોય તો તેના લીધે ખોરાક ચાવવામાં તકલીફ પડી શકે છે અને જેથી અપચો અને પેટની બીમારીઓની શરૂઆત થાય છે તેથી ૨-૩ મહિના બાદ નવી દાઢ નખાવી લેવી જરૂરી છે.
  9. ક્યારેક દાંત કઢાવ્યા બાદ ટાંકા લઇને જગ્યા બંધ કરવાની જરૂર પડે છે, તો અઠવાડિયા બાદ આવીને ટાંકા કઢાવી લેવા. (દા.ત.ડહાપણની દાઢ)
  10. જો આપના ડૉક્ટરે દાંત/પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  11. વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review