1. બ્રેકેટ કે વાયર લગાવ્યા બાદ હોઠ કે ગાલ પર ચાંદા પડવાની શક્યતાઓ રહેલી હોય છે.
  2. જો ચાંદા પડે તો, નીચેની દવાઓ લેવી
  3. Tab. B-folcin Plus (10) 1-0-1×5days (સવાર – સાંજ)
  4. Tab. Ibugesic Plus (10) 1-0-1×5days (સવાર- સાંજ)
  5. Gel  Mucopain  (to be applied on ulcer 2times a day)
  6. દાંતની મૂવમેન્ટ થવાથી પાછળના ભાગથી વાયર બહાર આવતો હોય છે અને ગાલની બાજુ વાયર વાગવાની તકલીફ થતી હોય છે, તો ડૉક્ટર જોડે વાયર સરખો કરાવી જવો.
  7. વાયર કે બ્રેકેટ નીકળી જાય તો એપોઇન્ટમેન્ટ લઇને બતાવવા આવી જવું.
  8. બ્રેસીસ લગાવ્યા બાદ દાંતની સફાઇ પર વિશેષ ધ્યાન રાખવું.
  9. વાયર કે બ્રેકેટ લગાવ્યા બાદ શરૂઆતમાં 7 દિવસ સુધી દુખાવો થાય તે સામાન્ય છે.
  10. સારવાર દરમ્યાન જ્યારે જ્યારે વાયર બદલવામાં આવે ત્યારે 7  દિવસ દુખાવો રહે છે જે સામાન્ય છે.
  11. વધુ પડતી કડક વસ્તુઓ ચાવવી નહી, કારણ કે તેનાથી બ્રેસીસ કે બ્રેકેટ નીકળી જવાની સંભાવના રહે છે.
  12. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં દાંતને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે. સારવાર દ્વારા ખસેલો દાંતએ તેની મૂળ સ્થિતિમાં ન જાય છે એટલે કે દાંતને  નવી જગ્યા પર  ફિક્સ રાખવા માટે રીટેઇનર પહેરવાનું હોય છે. જેથી  બ્રેસિસ નીકાડીયા બાદ શક્ય  હોય તેટલી ઝડપથી રિટેઈનર પહેરવાનું ચાલુ કરી દેવું.
  13. જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  14. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ બાદ વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં  નિદાન અને સારવાર  થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review