1. ટેમ્પરરી દાંત ટેમ્પરરી સિમેન્ટથી ફીટ કરેલો હોય છે કારણકે થોડા સમય માટે જ તેને ફીટ કરેલ હોય છે. જો પરમેનેન્ટ સિમેન્ટથી ફીટ કરવામાં આવે તો જ્યારે તેને કાઢવું હોય ત્યારે તેને કાઢવામાં તકલીફ પડે છે.
  2. ટેમ્પરરી દાંત જે મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, તે મટીરીયલની લાઇફ 2-3 મહિનાની જ હોય છે, અને મજબૂતાઇ પણ ખૂબ ઓછી હોય છે જેથી ક્યારેક તૂટી જવાની શક્યતા રહેલી હોય છે
  3. ટેમ્પરરી દાંત અને પેઢા વચ્ચે જગ્યા રૂઝ આવવા માટે છોડેલી હોય છે, જે જગ્યા પેઢામાં રૂઝ આવતા ઘટતી જાય છે જેથી ત્યાં બ્રશ અને માઉથવોશથી સાફ રાખવું.
  4. ડોકટરે જણાવેલ ટાઇમ પિરિયડમાં ટેમ્પરરી દાંત કઢાવીને પરમેનેન્ટ દાંત લગાવડાવી દેવા જેથી ટેમ્પરરી દાંત વપરાતા મટીરીયલની સાઈડઈફેક્ટને ટાળી શકાય.
  5. ટેમ્પરરી દાંત ઉપર વધુ કડક કે ચીકણો પદાર્થ ખાવો નહી કારણકે તે ખાવાથી ટેમ્પરરી દાંત તુટી જવાની શક્યતા હોય છે.
  6. જો ખોરાક ચાવતા વધુ પ્રેશર આવે તો ટેમ્પરરી દાંત તૂટી જવાની શક્યતા રહેલી હોય છે.
  7. જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  8. વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના  તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review