- જો રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં એનેસ્થેસિયા આપ્યું હોય તો તેની અસર ઓછી થયા બાદ જ ખોરાક લેવો કારણ કે બહેરાશની અસર હોય ત્યારે હોઠ/જીભ/ગાલ દાંત વચ્ચે ચવાઈ જવાની શક્યતા રહેલી છે.
- દાંતમાં પૂરેલો સિમેન્ટ ટેમ્પરરી હોવાથી નીકળી જાય તો તે સામાન્ય છે.
- રૂટ કેનાલ કરેલા દાંત પર વધારે કઠણ પદાર્થ જયાં સુધી કવર લગાવવામાં ન આવે ત્યાં સુધી ચાવવો નહી, નહીતર દાંત તુટી જવાની શકયતા રહે છે. જેથી રૂટ કેનાલની સારવાર કરાવેલા દાંત ઉપર કેપ(કવર) કરવું જરૂરી છે.
- એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દુઃખાવો થવું સ્વાભાવિક છે જેથી ડોકટરે લખેલી દવાઓ તુરંત લઈ લેવી. ડોકટર દ્વારા આપેલ દવાનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે.
- રૂટ કેનાલની સારવાર ડોકટરે આપેલી અપોઇન્ટમેન્ટ અનુસાર પૂર્ણ કરાવવી જરૂરી છે. જો બે અપોઇન્ટમેન્ટ વચ્ચેનો સમય મર્યાદિત સમયગાળા કરતા વધી જાય તો તે દાંતમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટનું સકસેસનું પ્રમાણ ઘટી જાય છે.
- રૂટ કેનાલની સારવાર પૂર્ણ થયા બાદ 1-2 અઠવાડિયા સુધી દુઃખાવો રહે જે સામાન્ય છે.
- રૂટ કેનાલની પ્રથમ સિટીંગ લીધા બાદ દુખાવો લગભગ બંધ થઈ જાય છે તો તેવું નહીં સમજવું કે સારવાર પૂરી થઈ ગયેલ છે જો સારવાર પૂરી નહીં કરાવો તો થોડાક દિવસો પછી ફરી દાંતમાં દુખાવો ચાલુ થશે અને સારવાર નવેસરથી ચાલુ કરાવી પડશે જેનો ખચૅ અલગથી આપવાનો થશે.
- જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
- વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.