ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
24 કલાક સુધી થુંકવું નહી અને થુંક ગળી જવું, થુકવાંથી લોહી નીકળવાની શક્યતા રહેલી છે.
એનેસ્થેસિયા આપ્યું હોવાથી, તેની અસર ઓછી થયા બાદ જ ખોરાક લેવો કારણકે બહેરાશની અસર હોય ત્યારે હોઠ/જીભ/ગાલ દાંત વચ્ચે ચવાઈ જવાની શક્યતા રહેલી છે.
એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દર્દ થવું સ્વાભાવિક છે જેથી ડોકટરે લખેલી દવાઓ સારવાર બાદ તુરંત લઈ લેવી.
ડોકટર દ્વારા આપવામાં આવેલ દવાનો કોર્ષ પૂર્ણ કરવો જરૂરી છે.
તમારી જીભ અને આંગળી, સર્જરી થયેલ જગ્યાએ અડાડવી નહિ, નહિતર સોજો આવી શકે છે અને જો સોજો આવે તો બહારથી બરફનો શેક કરવો.
ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી 24 કલાક સુધી ગરમ અને કઠણ ખોરાક ન લેવો પોચો, નરમ, ઠંડો અને પ્રવાહી ખોરાક લેવો.
ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી ધુમ્રપાન,મસાલા અને આલ્કોહોલનું સેવન કરવું નહિ.
ઇમ્પ્લાન્ટ લગાવ્યા બાદ ઇમ્પ્લાન્ટ પર દાંત લગાવવા માટેની સારવાર માટે તમને આપેલી તારીખે અચૂક આવી જવું.
જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું જોઈએ જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.